56 - રાખજો સાચવી / ભાનુપ્રસાદ પંડ્યા


સ્ફુરી પુલક શી રૂંવે-લીલમ રિદ્ધિ થૈ જે ઝૂલી
વનોની મુજ ડાળીએ, વિપુલ પલ્લવશ્રી હવે
ખરે પીળચટી બની. બધીય વાત ગૈ કાલની
સુખાળવી મળે ધૂળે, ખખડતી ઊડે વાયરે.
થઈ વિવશ દેખવું-સ્થવિર કો શીલાની સમા

અપંગ તનથી યથા સમસમી રહી આખરી
વિદાય શિશુની જુએ, અરવ એમ હું ઝાડવું
ખડું; વિજન રાનમાં ધરબિયા વધસ્તંભ શું !
હલાતું યદિ હોત તો ઝરણ પ્હાડ ને કંદરા
બધે રઝળી ક્યાંકથી વરતી લેત તેડી જણ્યાં
પસારી મુજ હાથ સૌ. ઊચરી જો શકું-ચીસથી
વહાવું મદમત્ત પાનખરને દૃગે આંસુડાં.
કશું ય નહિ તો હિયું ખગ શું લેત કૈં ઠાલવી,
ભલામણ સમીરને કરત : રાખજો સાચવી !


0 comments


Leave comment