7 - માનવને / હરિશ્ચંદ્ર ભટ્ટ


વાતો કરી જગતનાં સુખદુઃખની, તે
ભૂલ્યો હવે? પથ જુદા, ભૂલવું જ શ્રેય.
ના, ના, નહીં અવ રહી સહચર્ય ઈચ્છા,
થાક્યો હવે અલાસ દંભ થકી હું તારા.
તોયે કહું સહૃદયી થઈને, જરા તું,
જો, જો, સખા ! જગતનું દુઃખ જો, વ્યથા જો.

જે આશથી જગ જૂએ નવમેઘને, ને
શ્રદ્ધા ધરે – ઉર ભરેલ સદાય એનું –
તેવો હતો; પણ કહે વરસ્યા વિનાના,
આષાડ – શ્રાવણ મહીં ય નિદાધશોષ
પૃથ્વી તણા નહિ શમે, શમશે પછી શેં ?

વિદ્યુત્ – ભાલે વીંધાઈ જલધર વરસે તેમ તારે વીંધાવું
હોયે, તો તો પછી આ જગદુઃખ તણું છે વજ્ર તારે જ માટે.


0 comments


Leave comment