94 - ૩૦ ઓક્ટોબર / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


     છેલ્લા ચાર મહિનાથી રિસર્ચનું કશું જ કામ નથી થતું. લખવા બેસું છું તો પેન સતત થોથવાય છે. જો ને ! આ ડાયરી જ કેટલા દિવસે હાથમાં પકડી....

     કંઈ વાંચવાનું ય મન થતું નથી. વાંચું છું તો નવલકથાનાં પાત્રો જાણે મારાં જ પ્રતિબિંબ બની જાય છે... આ રેખા, ભટ્ટિની.... રાધિકા.... આશા.... રતિ.... ચારે બાજુથી નહોર ભરાવે છે, કોચે છે મારી લોહીલુહાણ સ્મૃતિઓને... પ્રદર્શન ભારે છે મારી વ્યથા અને વ્યર્થતાનું.....

     સાચ્ચે જ વિક્ટોરિયા ઓકામ્પો ભાગ્યશાળી હતાં, એટલે જ ‘ગીતાંજલિ’ એમને બચાવી શકી....

     જો રિસર્ચનું કામ ન થાય તો મને શો અધિકાર છે સ્કોલરશિપ લેવાનો ? જતી રહું ઘરે ?


0 comments


Leave comment