34 - તું / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


એ પછીથી વેર સઘળા વાળ તું
પ્રેમથી પહેલા મને સંભાળ તું.

એક એનાથી જ હારી જાઉં છું,
ટાળ જલ્દી આંસુઓને ટાળ તું.

આરજૂનો એક હિસ્સો એય છે,
મા બની પાછો મને અજવાળ તું.

પારકાની વેદનાને પામવા,
પારકાને પંડમાં ઓગાળ તું.

આગની ક્યાં ખોટ છે ‘નારાજ’માં,
દે હવા બાળી શકે તો બાળ તું.


0 comments


Leave comment