35 - મીરાં / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


લ્યો વિરહની વાતમાં આવે પ્રથમ પાને મીરાં
તોય પડઘાતી રહી મારા મહીં શાને મીરાં ?

રોજ એના નામની માળા જપ્યાથી શું વળે ?
થઈ શકે તો તુંય તારી જાતથી થાને મીરાં.

આજ એવું દર્દ ઘૂંટાયું છે એની આંખમાં
હોઠ ફરક્યા સ્હેજ ત્યાં તો સૌ કહે ‘ગાને મીરાં’.

શ્યામરૂપી ઝાંઝવામાં નીર જોયું તો હશે,
એમ કૈં અમથું જગતને ઝાંઝવું માને મીરાં ?


0 comments


Leave comment