39 - હલચલ મચી જવાની..... / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


પાંપણને આ બધીયે ઝાંખપ જચી જવાની,
જુઠ્ઠી ઝળાહળાથી આંખો બચી જવાની.

નોખા જ કોઈ રંગો એને મળી ગયા છે,
નોખા જ કોઈ દૃશ્યો એ પણ રચી જવાની.

અંતે તો તુંય અદનો માણસ છે દોસ્ત મારા,
અંતે તો દાઢ તારીયે કચકચી જવાની.

પીળી પડી ગઈ છે, જેની બધી શિરાઓ,
એનીય આરજુ છે લથબથ લચી જવાની.

નારાજગીની અંતિમ સરહદ ઉપર ઊભો છું,
હમણાં ગલીગલીમાં હલચલ મચી જવાની.


0 comments


Leave comment