40 - આરામ દે / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


દે હવે થોડોઘણો આરામ દે
હાથ દીધો છે તો થોડી હામ દે.

એક રાજા એક રાણી ક્યાં સુધી ?
કોઈ વેળા તો નવો અંજામ દે !

લાગણીની સાવ લુચ્ચી જાત છે,
(લે) હવે ઈચ્છાને કોઈ નામ દે.

ક્યાં સુધી છૂટ્ટી વ્યથાઓ વેઠવી ?
દઈ શકે તો એક આખું ગામ દે.

એ પછી ના કોઈ કિસ્સો સળવળે,
એક કિસ્સો એટલો બદનામ દે.

એ ભલે ‘નારાજ’ દરિયો લઈ જતાં,
દે મને ખાબોચિયું ઠરીઠામ દે.


0 comments


Leave comment