41 - અંજામ શું ? / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


હું વિના શયતાન શું ને રામ શું ?
હું નથી તો કોઈનુંય કામ શું ?

જાતથી આગળ કોઈ રસ્તો જ ક્યાં ?
જાતથી મોટુંય કોઈ ધામ શું ?

દોસતી જાતે જ ઓળખ છે ભલા,
દોસતીમાં ગામ શું ને નામ શું ?

બે ઘડી તો બે ઘડી વાંધો નથી,
કોણ જાણે એ પછી અંજામ શું ?

આપણી નારાજગીની હોડમાં,
આગ શું ? અંગાર શું ? ને ડામ શું ?


0 comments


Leave comment