96 - ૩ નવેમ્બર / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


   અમદાવાદથી નવાનગર સુધીનો વિસ્તાર... સુક્કો ભઠ્ઠ.

   પહેલાં સાબરમતી અને હવે આ ઉતાવળી ! મારા ભાગે જ કેમ આવી નદીઓ આવે છે ? ઉતાવળી ! પહેલાં તો રેશનના પોત જેવી.... ભરીભરી ! (હું કેટલી ખુશ થયેલી !) ને હવે સાવ ફાટેલા-ચૂંથાયેલા વસ્ત્ર જેવી... મને જોઉં કે તને ?


0 comments


Leave comment