17 - તને હું / વસંત જોષી
છલોછલ તળાવ
મરક-મરક મલકે
પાળે તું હોય
લહેર પંપાળે પગ
ફડફડાટ ઊડે
બહુ કઠિન છે પવનને પકડવો
લટ ફંગોળે ચ્હેરા પર
પાળ ઊતરી
બેસે
થડના ટેકે
હસુ-હસુ તાકી રહે
અપલક આંખે
સંગોપે પાલવમાં
અસ્તિત્વનો અંશ
બ્રહ્માંડના દરવાજા ખોલી
એકાકાર
સદ્-ચિત્ત-આનંદ
ટેરવાંનો સ્પર્શ
ઊછળે ભીતર
મરકતું તળાવ.
૨ ડિસેમ્બર ૧૯૯૮
0 comments
Leave comment