19 - તળાવ – ૨ / વસંત જોષી


વહે પાણી
પગ તળે
ધરે પ્રતિબિંબ
સ્મૃતિઓ
વિખેરાય
પછડાય
વેલેન્ટાઈનકાર્ડ
કોફીકપમાં ઓગળે શૃંગાર
ટેરવે માંસલસ્પર્શ
કંપન
ઓગળે આરપાર
ઝળહળ રેસ્ટોરા
ચડે
પડે
શ્વાસ
ઊભરે ઊંડે
મહેંકે
ભીતર
હડસેલાય
અંદર
ઝબકે

૧૪ ફેબ્રુઆરી ૧૯૯૨


0 comments


Leave comment