20 - ઊંઘ / વસંત જોષી


દૈયડ અવાજ
સવાર
ચકલીનો મેળો પીપળે
સંધ્યા
આભ-ધરાની ઉત્કંઠા
રજની
ટક-ટક લટકે લોલક
રવ તમરાંનો ઝીણોં
વહે નીરવ
શાંત પ્રવાહ
પ્રહર ખસે
આલાપે શ્વાસ
આલિંગે તકિયો
ભીંસે ગાલ સુંવાળપ
દડે
ટેરવાં તળે ભીનો ગરલ
ગળે કાચકી
ગ્લાસ પાણી
૧:૩૦ રણકે
ઘેરાય
ઋચા
ઋત
અનંત પ્રગાઢ
ઘેરી ઊંઘ.

૮ મે ૧૯૯૩


0 comments


Leave comment