21 - મૃત્યુ / હરિશ્ચંદ્ર ભટ્ટ


અવ બતાવું હું મૃત્યુ તને ભલા,
જીવનની રગમાં રૂધિરે વસ્યું;
પ્રતિપળે સઘળે થતી વંચના,
નયન માનવને નહિ પ્રીછતાં,
જીવનમાં વળી દ્રોહ જહીં થતો,
ફરતી પારધી-મૃત્યુની જાળ ત્યાં.

કણસલાં દુધલાં ધરતી દૂઝે,
દૂધલ ખીલી રહેલ કપાસ આ,
શ્રમ મહિસ્ત્રનું સ્ત્રોત સનાતન,
શ્રમીણનું રટતાં. ઉપહાસ જ્યાં.
જીવનનો, શ્રમનો જ થઇ રહ્યો,
ફરતી પારધી-મૃત્યુની જાળ ત્યાં.

હૃદય રિદ્ધિ અને શ્રમનું તપ
વિસરતાં, તહીં મૃત્યુ ભર્યું જગે.


0 comments


Leave comment