80 - અંધારું અજવાસ સમજ / ઉર્વીશ વસાવડા


અંધારું અજવાસ સમજ,
ભીતરનું આકાશ સમજ.

સામે છે પણ સાચ નથી,
દર્પણનો આભાસ સમજ.

ગંજીપાનો ખેલ જગત,
કોણ રમે છે તાસ સમજ.

હાથ બળે તો ફિકર નથી,
સૃષ્ટિનો આ રાસ સમજ.

કાલ હતો એ બીજાનો,
આ તારો આવાસ સમજ.


0 comments


Leave comment