81 - નથી એટલી મુજને મારા ઉપર / ઉર્વીશ વસાવડા


નથી એટલી મુજને મારા ઉપર,
વધારે છે શ્રદ્ધા તમારા ઉપર.

છીએ ઊંડા જળના મરજીવા,
તમે ઘર બનાવો કિનારા ઉપર.

સુરાહી છે ખાલી જુઓ ક્યારની,
તરસ ખાવ થોડી પીનારા ઉપર.

રસમ એક વહેવારની છે ફક્ત,
નથી લાગણી કંઈ જનારા ઉપર.

અમે સર્વ છોડીને આવી ગયા,
અલખના ફક્ત એક ઈશારા ઉપર.


0 comments


Leave comment