82 - રમત શ્વાસના સરવાળાની / ઉર્વીશ વસાવડા
રમત શ્વાસના સરવાળાની,
મૃત્યુ રાહત વચગાળાની.
હજી સ્મૃતિનો રંગ પીળો છે,
ડાળ ગ્રહીતી ગરમાળાની.
અમે માર્ગમાં ક્યાંય ન ભટક્યાં,
પોઠ ભરીતી અજવાળાંની.
છાપ ચાલો પગલાંની ભૂંસો,
સફર પૂરી થઈ પગપાળાની.
મણકા માફક દિવસો ગણતાં,
ગાંઠ છૂટી ગઈ જપમાળાની.
બુંદ મહીં દરિયો ડૂબ્યો છે,
વ્યર્થ વાત છે પરવાળાની.
0 comments
Leave comment