84 - દુઃખી કોઈ જણને હસાવી તો જો / ઉર્વીશ વસાવડા


દુઃખી કોઈ જણને હસાવી તો જો,
ખુશી તારી જગને જણાવી તો જો.

પછી આવશે અવસરો ખુદબખુદ,
તું તોરણ ઘરને સજાવી તો જો.

છું બાળકના જેવો જ હું સરળ,
મને એ રીતે તું માનવી તો જો.

નહીં ખોટ સાલે સૂરજની તને,
જરા એક દીપક જલાવી તો જો.

હકીકતમાં ઈશ્વર ઊભો છે અહીં,
ખરેખર તું મસ્તક નમાવી તો જો.


0 comments


Leave comment