98 - ૮ નવેમ્બર / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ
ક્યારની જોઉં છું,
રૂમની છાજલી પર બેઠેલાં કબૂતરને. લગભગ દસેક મિનિટથી નર રીઝવી રહ્યો છે માદાને... વૃંદા અને હું.... પરસ્પરને આમ જ જગાડતાં... કોઈ રાગ શરૂ કરતા પહેલાંના આલાપની જેમ... શું એનામાં આટલી ય ધીરજ નહીં હોય ? કે પછી વૃંદાથી ટેવાયેલી હું પાછી પડી ? કે પછી મારા સ્પષ્ટ એકરારથી એણે મને અનુભવી (?) ધારી લીધી.... ?
0 comments
Leave comment