61 - કાવ્ય – ૧૭ / હરિશ્ચંદ્ર ભટ્ટ


યાન્ન એમ નીકળ્યો તૂફાનમાં,
લૈ ગયો ધ્વનિ નિનાદ મારૂત.
પત્ની સાદ કરતી પૂંઠે ગઈ
દોડતાં વિનવણી કરી રહી,
સાંભળ્યું નહિ અને જતો રહ્યો
સૌખ્ય ગેહનું સદાનું ત્યાગીને.

બાલ આંસુ રુદનો ગયા પૂઠે
એ ગયો દવ મહીં બળી જવા,
આર્જવે વિનવી માગતો હતો
વાટ જોઈ ધ્વનિમાં દિનોથી કૈં
રાત્રિના ધ્વનિ મહીં અપેક્ષિત.

અગ્નિ-તાપ ભયથી ડરી જઇ
ગેહ-કાર્ય પૂંઠળે ધ્રુજી રહ્યો.
નાદનાં રવ થકી હવે અહીં
ગેહ શાન્તિ વળી કાર્ય પૂંઠળે
“આવ, આવ,” કહીને નિમંત્રતો
ત્યાગનું નૂતન કષ્ટ છો સહે.

એ ગયો, ધ્વનિ-નિમંત્રણે ગયો,
નાદ-સાદ-રવ સાંભળી ગયો;
ઘાસ શું સુખ, પગે છૂંદી ગયો,
અગ્નિમાં હૃદય બાળતો ગયો.

ત્યાં કરાળ રવ સાદ નાદના
એ જયધ્વનિ નિમંત્રણે ગયો,
નિષ્ઠુર તમસલીન ભાવિમાં.


0 comments


Leave comment