99 - ૧૨ નવેમ્બર / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


    આજે મમ્મીની એક જૂની વિદ્યાર્થિની મારી પાસે નિબંધ લખાવવા આવી, ‘રાષ્ટ્રભાષા કી સમસ્યા’ પરંતુ લાગ્યું, જાણે મારી વિચારશક્તિ જ ગંઠાઈ ગઈ છે. કશું બોલવું ગમતું નથી, કોઈને મલવું ગમતું નથી. લાગે છે, એણે મારા વ્યક્તિત્વની અભિવ્યક્તિ ઝૂંટવી લીધી છે.

    સલિલ-રુચિનું લગ્ન બીજી ડિસેમ્બરે છે. કાર્ડ હવે આવશે, પત્ર મળ્યો. નથી જવું. મારું ચાલે તો નક્શામાંથી અમદાવાદને જ ભૂંસી નાખું.


0 comments


Leave comment