65 - દિશાઓ – દીવાલો / ભાનુપ્રસાદ પંડ્યા


દિશાઓએ કેવાં ઇજન નવલાં પ્રાચીન સમે
હતાં દીધાં – મારાં ખગ સમ દ્રગોને વિહરવા,
નભે આઘે આઘે. ક્ષિતિજ તણી લિપિ મહીં લખી
કહી દીધી વાતો ગગનધરતીનાં મિલનની.
હતી પ્રેરી મારી આચરણગતિને પ્હાડ-શિખરો
સમાં આહવાનોથી, પવન સમ નિર્ભર થઈને
ફર્યો ખીણોમાં ને વન વન તણાં પુષ્પની કને
જઈને એ વેળા ષટપદ સમો ગુંજન કરું !

અહીં મારે પંથ સમય-રફતારે અવ ચણી
પહાડી દીવાલ ! નજર અફળાતી ઢળી પડે,
ઝરે જૂનાં દ્રશ્યો અસુંવન થઈ ! બોજિલ ઘણી
ખભે સીમાઓની ગઠરી ! ઉપાડે ના ચરણ આ !
ધુમાતો ભીંસાતો શ્ર્લથ પવન ચાલે ડગરમાં,
હશે ખુલ્લી પેલી દશદિશ ક્યહીં આ નગરમાં ?


0 comments


Leave comment