50 - કાવ્ય – ૬ / હરિશ્ચંદ્ર ભટ્ટ


કોણ દ્વાર આંગણે, ઊભેલ ચુપકીથી આ? માર્યા.
બારી બારણાંય કોણ, ઢાંકી દેતું જોરથી? માર્યા.
જંતરે છ કોણ ઉંબરોય, એ ન આવતો ? માર્યા.
દિવાલને કહે છ કોણ, દેવનાદ ખાળવા? માર્યા.

દેવનાદદીપ કોણ હાથથી બુઝાવતું? માર્યા.
સ્વામી-નિંદમાંથી દૂર દેવ કોણ કાઢતું. માર્યા.
રાત્રિ-દિન દેવનેય યુદ્ધ કોણ આપતું? માર્યા.
અતંદ્ર કૂતરો બની ઊભેલ કોણ બારણે ? માર્યા.


0 comments


Leave comment