71 - મીંડાનું નગર / ભાનુપ્રસાદ પંડ્યા
હશે શું ક્રીડાનું નગર ? – ચરણો સૌ ધસમસે,
પથે, ચક્રે વેણે વલયગતિનાં લોચન વિશે.
મળે હસતો – હોઠે હસતી પરપોટાતણી છબિ,
વહે નૃત્યેગાને સભર મધરાતી ક્ષણ બધી !
હશે શું પીડાનું નગર ? – કણસે બે પડખાં
નિશાએ રસ્તાના, ચિમની થકી શ્વાસો ધૂંધવતા
ચડે અભરે ગોટા, પવન પણ ભીંસાઈ ગલીમાં
વહે, ક્રંન્દે દાટી જનપદની લીલીછમ મજા.
ખરે આ મીંડાનું નગર ! ટપકાં જેમ ઊભરે
અહીં, માથાં, જાણે ક્રીડનક ઘૂમે શાં કળ દીધાં !
તુલા માનવ્યોથી કરી – વજન જેનું કશું નહિ !
હિસાબે હૈયાનાં ગણતરી કરી શૂન્ય નીકળી !
ક્રીડાઓ છેદાતી સતત પીડથી આ નગરમાં
અનેમીંડાઓની વધતી વસતી શી નગરમાં !
0 comments
Leave comment