100 - ૧૭ નવેમ્બર / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ
ટોળે વળેલી તરસજ્યારે હોઠના ઉંબર બહાર પગ મૂકે છેત્યારે હથેળીના ચૌટામાં ફાટી નીકળે છે હુલ્લડ !પંચનામું કરવા આવેલી આંખોની સાક્ષીનથી પૂરતાં ટેરવાંઅને એ ય જોડાઈ જાય છે મોરચામાં.એકાન્તના લાઠીચાર્જથી ભડકેલું ટોળું,લૂંટવા માંડે છેજે હાથ આવે તે....
કેમ બધું થીજી જતું નથી ? જ્યારથી મારા લોહીએ તારું લોહી ચાખ્યું છે ત્યારથી ઊગી નીકળ્યા છે એની ઈચ્છાના આકાર. ઘૂરકવાને બદલે બોલવા માંડ્યું છે એણે......
0 comments
Leave comment