43 - દેશે / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


આંચકા તો ફરી ફરી દેશે,
હાથમાં હાંફતી છરી દેશે.

આમ અડકો નહીં ઉદાસીને,
એ તમારો ખડો કરી દેશે.

એમની આબરૂ ઊછળશે તો,
આભને આગથી ભરી દેશે.

શ્વાસ વિશે સવાલ કરશો તો,
આંગળી નાક પર ધરી દેશે.

દ્વાર ‘નારાજ’ના ન ખખડાવો,
પ્રાણ નહિતર એ પાથરી દેશે.


0 comments


Leave comment