44 - છૂટ્ટા પડ્યા / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


એમ લાગ્યું, શ્વાસથી છૂટ્ટા પડ્યા,
હળ, બળદ ને રાશથી છૂટ્ટા પડ્યા.

જે પૂળાની જેમ બંધાયા હતા,
એ ખળાના ત્રાસથી છૂટ્ટા પડ્યા.

આમ તંતોતંત અડકેલા રહ્યા,
આમ ચારેપાસથી છૂટ્ટા પડ્યા.

આપણી સરભર હયાતીના હરણ,
કેટલી હળવાશથી છૂટ્ટા પડ્યા.


0 comments


Leave comment