45 - પછી પણ.... / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


એકાદ સ્વપ્ન આંખને અડકી ગયા પછી પણ,
હું જીવતો રહ્યો છું સળગી ગયા પછી પણ.....

કોરો હતો હું પલળ્યો પાછો થયો છું કોરો,
ક્યાં ફેર કંઈ પડ્યો છે સુધરી ગયા પછી પણ.... ?

એકાદ પાંદડીયે અકબંધ તો નથી ને ?
આવી રહ્યા છે જોવા મસળી ગયા પછી પણ....

પાંપણ જરા ન ફરકી, નિષ્ઠુર ગાળિયાની,
આખ્ખા નગરની આંખો પલળી ગયા પછી પણ....

મૂર્ખો છે સાવ મૂર્ખો ‘નારાજ’ મૂળમાંથી,
બોલી રહ્યો છે સત્યો સમજી ગયા પછી પણ...


0 comments


Leave comment