11 - સિંદૂર સેંથે / હરિશ્ચંદ્ર ભટ્ટ


સિંદૂર સેંથે,
કાજળ આંખે,
કંકણ હાથે,
રાધા જાએ અભિસારે.

જુગ જૂનો
કોલ એનો
આત્માર્પણનો
કૃષ્ણને આપેલો તેની યાદે.

સ્નેહપૂર
ઉભરે ઉર
આતુર આતુર
નિજનાં દાન લિજે દિજે.

જીવન વાટે
યૌવન ઘાટે
એવી કો રાતે
તારા ને મારા દેહની ભૂખ ભાંગે.

ઉરનાં અમ્રત
હર રત રત
પીજે ને પાજે
ઉના ને શીળા દિન રાતે.


0 comments


Leave comment