46 - આદમખોર છે / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


શોર, કેવળ શોર કેવળ શોર છે,
આજ કાળી યાતનાનો દોર છે.

માલ સોતા માનવી ભરખી ગયો,
આ પવન તો સાવ આદમખોર છે.

એક બે અપમાન ના વેઠી શકે !
એટલો તો તુંય ક્યાં કમજોર છે.

છેક અંતે એટલો તો ખ્યાલ કર,
ક્યાંક તારામાંય છૂપો ચોર છે.

એમના હોવા વિશે શંકા ન કર,
એમનો અહેસાસ ચારેકોર છે.

ત્યાં નવેસરથી જ નાતો બાંધશું,
ત્યાં બધા ચહેરા નવાનક્કોર છે.


0 comments


Leave comment