47 - ડૂલી ગયો છું / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


સઘળા મારગ ડૂલી ગયો છું,
આંબો છું પણ હૂલી ગયો છું.

ઝૂલનારાએ જોર કર્યું તો,
ઝૂલવા ખાતર ઝૂલી ગયો છું.

છોડ હવે આ છેતરપિંડી,
આખેઆખો ખૂલી ગયો છું.

‘નારાજ’ હજી છું કિન્તુ એના
કારણ સઘળા ભૂલી ગયો છું.


0 comments


Leave comment