58 - કાવ્ય – ૧૪ / હરિશ્ચંદ્ર ભટ્ટ


સહૂય એને વિનવી મનાવતા :
જવું નહિં, એમ નહિ જ વર્તવું.
પિતાય ત્રાસી સમજાવતા ઘણું,
માતા બિચારી રડતી ઘણું ઘણું.

ઉદ્યાન-શાંતિ-સુખથી ભર્યું ભર્યું
રાત્રે તે ગેહ બિહામણું નથી,
પરંતુ એ પ્રેમળ ધાત્રી જેવું છે.

ગૃહે તહીં સૂર્ય વસ્યો ઉપસ્કરે,
ગૃહે તહીં વત્સલ ભીંત છે બધી,
ગૃહે તહીં એમ વસંત શાશ્વત,
ગૃહે તહીં પત્ની, ગૃહે ચ પુત્ર.

સહૂય એને વિનવી મનાવતા :
સંતાપ, ઉદ્વેગ બંધુય છોડ તું.
વિષાદ ભારે વદતો ફરી ફરી :
નહીં નહીં હું, નહિ હું નહિ રડું.


0 comments


Leave comment