28 - રણના છેડે / વસંત જોષી
મારતે ઘોડે આવે છે
ખુલ્લી તલવાર
પગ ભરાવી પેંગડે
લગામ ખેંચતો અસવાર
અચાનક સ્થિર
અટક્યો શ્વસતો
ડુંગર પાર
ફલેમીંગો જેવું રણ
ડુંગર કાળો
ઘોડો રાતો
ખરબચડો ડુંગર
સુંવાળો ઘોડો
રણમાં દોડવા,
ઊંટની જેમ ગાદી જોઈએ
સઢ વિનાનું વહાણ બનવું પડે
ચકલી બેસે ભાલે
છતાં ઘોડો હાંફે
ચકલી ચક્ ચક્
અસવાર અવાક્
રણ અફાટ
ઢીલી એડી
ફીણગોટા ચોકડે
હાથમાં મૂઠ
હાંફતા
ઊભા રણના છેડે.
૩ જાન્યુઆરી ૧૯૯૫
0 comments
Leave comment