30 - સૂરજ / વસંત જોષી


અગનગોળો
સફરજન ચાખ્યાનો
જીભના ખૂણે
ધગધગતો
શિશુ સમયે
ઘટ ઘટ ધાવતાં
ધાવણનાં ટીપાંમાં
પચાવી જાય
વાળમાં ફરતી
ઈચ્છા અધૂરી
તૃષાનો ઓડકાર
પાઈનેપલજ્યૂસની નળીમાં
સોલ્ટ સાથે અથડાય
સહજ અવાજ
ઝબકે ટેરવાં
રોમાંચિત ચ્હેરો
છલકે લાલ લાલ
દૃષ્ટિના અરીસામાં
અગનગોળાનો સ્વાદ
જીભ ફરે
કંપે ટેરવાં
ધગધગતો પીવા
હથેળી ને હોઠ
ઝીલ્યા કરે
રતુંબડો
ધગધગતો.

૧૭ એપ્રિલ ૧૯૯૫


0 comments


Leave comment