31 - દરિયો – ૧ / વસંત જોષી


આ મારી સામે
બરાબર જૂઓ
ઊછળ્યા કરે
અર્થ વિનાનો દરિયો
કશુંક સેરવી લેવાનું મન થાય
એટલો સુંવાળો
ઓગળી જઈએ તો ખૂબ રૂપાળો
     ઊછળ્યા કરે
     અર્થ વિનાનો
પગની આંગળીઓમાં
ફુગાઇ ગયેલી ખારાશ
જીભના ખૂણેથી ઉશ્કેરે છે
ઉલેચી નાખવા
શોધવા અર્થ
સગવડતા અને સમજણ વચ્ચે વિસ્તરતી
ખીણ
     બહાર મેદાનમાં
     આવીને જોઉં
     દૂર જોજનો
     દૂર......
          દૂર.....
ઊછળ્યા કરે
દરિયો.

માર્ચ ૧૯૮૫


0 comments


Leave comment