92 - કેમ છો પૂછે છે સૌને વાદળાં / ઉર્વીશ વસાવડા


કેમ છો પૂછે છે સૌને વાદળાં,
એય મળવાને ઊભાં છે સામટાં.

સૂર્યનાં કિરણોમાં ચળકે હિમશિખર,
એમ લાગે બાંધવો છે આપણાં.

કોઈ અદ્દભુત શિલ્પ શા પર્વત ઊભા,
કોણ બેઠું’તું લઈને ટાંકણા ?

અહીં લીલુંછમ ત્યાં સૂકું રણ,
કેમ કુદરતનાં છે નોખાં કાટલાં.

પહાડના ઢોળાવ પર વૃક્ષો ઊભાં,
એ જ છે ઈશ્વરનાં ઘરનાં બારણાં.

(સિમલા-મનાલીના રસ્તાપ અર લખાયેલી ગઝલ)


0 comments


Leave comment