94 - મોતનું તાંડવ હવે છે ચોતરફ / ઉર્વીશ વસાવડા


મોતનું તાંડવ હવે છે ચોતરફ,
વસતિમાં પણ દવ હવે છે ચોતરફ.

ન્યાયનું પલ્લું નમે કોનું વધુ,
એ જ તો અવઢવ હવે છે ચોતરફ.

શહેર પલટાયાં સ્મશાનોમાં બધાં,
ના કશો પણ રવ હવે છે ચોતરફ.

જન્મ બદલે મૃત્યુ પામે છે શિશું,
એ કથા સંભવ હવે છે ચોતરફ.

નામ અલ્લાહ કે મસીહાનું લઈ,
દોડતા દાનવ હવે છે ચોતરફ.

(સાંપ્રત યુદ્ધ વિષેની ગઝલ)


0 comments


Leave comment