72 - વાસું વાતાયન ! / ભાનુપ્રસાદ પંડ્યા


ઉઘાડું જહીં બાગની તરફ બારી જે મેડીની
વનો પવનસંગ કહેણ સહસા મને મોકલે.
ઉલાળી તુજ ધૂંસરી કદમ આ દિશાની ભણી
હવે ત્વરિત માંડ, આ ધસતી કેડીઓ ને નદી
તને રહી બોલાવતી, ઊઘડતાં અજાણ્યાં ફૂલો
કહે : પરિચયો બધા સમૂળગા ભૂંસી ખીલ હ્યાં !
અને વિહગ સૂચવે : કૃતક વાણીના ભારને
કરી અલગ અવાજે અમશું ગોઠડી માંડવા !

તદા રણકી ઊઠ્યાં સમીપમાં પડ્યા ફૉનથી
કહે : બધી ય ફાઈલો ઘસડી આજ તું આવજે
અહીં ધનગલી મહીં : હસતી બોસ – સેક્રેટરી :
ભૂલાય નહિ કોઈ ઓળખતણી વળી ચિઠ્ઠી યે !
વદી વચન જો મીઠાં જીતીશ ‘બોસ કેરું મન
ફતેહ ગણજે ! ‘ભલે’ ઊચરી વાસું વાતાયન !


0 comments


Leave comment