4 - સીમાડા / હરિશ્ચંદ્ર ભટ્ટ


બાની વિદાય ઘરઉંબરમાં લઈને
લીધી વિદાય પ્રિયની નયનો મિલાવી
ને ‘આવજો’ કહી પરસ્પર બાળકોશું
બેઠો હું વાહન મહીં, જતું વેગથી એ.

‘સેના’ ગઈ, ગયુંજ ખેતર આપણું જે,
ને, દૂર ત્યાં ક્ષિતિજમાં રવિ આથમે છે
ધીમે ધીમે તિમિર આવરતું છતાંયે
ભૂલાય શેં જનમભૂમિ તણા સીમાડા ?

સેના – એક નદીનું નામ છે


0 comments


Leave comment