55 - દૂર થઈ બેઠા / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


હતા થડ તોય ખુદની સાહ્યબીથી દૂર થઈ બેઠા,
અમે એકેક ડાળી પાંદડીથી દૂર થઈ બેઠા.

અને એમજ અમે પણ કાંચળીથી દૂર થઈ બેઠા,
સભામાં સ્થાન પામ્યા તો ગલીથી દૂર થઈ બેઠા.

પલક ભરમાં જ આખ્ખી છાવણીથી દૂર થઈ બેઠા,
અમે ખુદનીય સેવા ચાકરીથી દૂર થઈ બેઠા.

અહીંથી દૂર થઈ બેઠા, તહીંથી દૂર થઈ બેઠા,
અમે પણ ચાકડા માફક ધરીથી દૂર થઈ બેઠા.

અમે ‘નારાજ’ થાવાનો જરા અભિનય કરી નાખ્યો,
તમે સાચ્ચે જ મારી જિંદગીથી દૂર થઈ બેઠા.


0 comments


Leave comment