56 - ફાવે ક્યાંથી / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


કાલી ઘેલી વાણી અમને ફાવે ક્યાંથી ?
આગ છીએ તો પાણી અમને ફાવે ક્યાંથી ?

નિશ્વાસો પર નખૂરીયા ભરનારી આંખો,
સાજી હો કે કાણી અમને ફાવે ક્યાંથી ?

અમે સદંતર એક જ ઘા ના છીએ પૂજારી,
અવઢવના બંધાણી અમને ફાવે ક્યાંથી ?

પાંપણના પર્યાય સમા આ પુષ્પો પાસે,
રંગોની ઉઘરાણી અમને ફાવે ક્યાંથી ?

ઉજાગરાથી ખડકેલી અણમોલ દિવાલે,
સ્વપ્નોની સરવાણી અમને ફાવે ક્યાંથી ?


0 comments


Leave comment