57 - હજી / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


ક્યાંકથી આભાસ ઊભા કર હજી,
વેદના તો વેદના સંચર હજી.

એકધારી પાંખ સંકોચાય છે,
એષણા આમ ના વિસ્તાર હજી.

શક્ય છે, હળવાશ જેવું સાંપડે,
એક બે નિશ્વાસ તાજા ભર હજી.

દોસ્ત, સ્નેહી, શહેર, મહેફિલ, ડાયરા ?
યાદ કેવળ એક મારું ઘર હજી.

કંઈ યુગો વીતી ગયા ‘નારાજ’ને
તું મનાવે શોકનો અવસર હજી.


0 comments


Leave comment