32 - દરિયો – ૨ / વસંત જોષી
ઊછળતાં મોજાં
ભીની રેત
પગ પખાળે
દરિયો
દરિયા પાસે જવા
હિંમત જોઈએ
ખારાશ વંટોળ
પવનના ગોટા
લોઢ લોઢ ઊછળે
પગ પલાળ્યે પામી શકાતો નથી
અંજલિ ભરી પીવાની હામ જોઈએ
વહાણમાં સફર
સઢમાં પવન
સરકવાની મજા
દરિયો ડોલે માઝમ રાતે
ખારવણની આંખમાં
રાહ જુએ દરિયો
એનો જાણતલ નથી પાસે
આંસુ લૂછવાં
પગ પલાળે પામી શકાય
આ દરિયો ?
જુલાઈ – ૧૯૯૬
ભીની રેત
પગ પખાળે
દરિયો
દરિયા પાસે જવા
હિંમત જોઈએ
ખારાશ વંટોળ
પવનના ગોટા
લોઢ લોઢ ઊછળે
પગ પલાળ્યે પામી શકાતો નથી
અંજલિ ભરી પીવાની હામ જોઈએ
વહાણમાં સફર
સઢમાં પવન
સરકવાની મજા
દરિયો ડોલે માઝમ રાતે
ખારવણની આંખમાં
રાહ જુએ દરિયો
એનો જાણતલ નથી પાસે
આંસુ લૂછવાં
પગ પલાળે પામી શકાય
આ દરિયો ?
જુલાઈ – ૧૯૯૬
0 comments
Leave comment