33 - વૃક્ષ / વસંત જોષી
આ બાજુ વનરાજિ
ત્યાં તારાજી
તમે જ કહોને
ક્યાં છે ?
વૃક્ષ !
સુકલકડી ડાળીનો સમૂહ
પડદો ખસેડો બારીનો
તો જ કદાચ
દેખાય પેલું
મંદ મંદ ઝૂલતું પર્ણ
કાચની આરપાર
નજર વીંધાય
છેક પેલ્લીપાર
તારાજ વનમાં
વગડાનો શ્વાસ ફેફસાંમાં હાંફે
પ્રસરી રહે ચોપાસ
ડાળખાં-પાંદડાંનો સમૂહ
સમૂહને ઉકેલો, આવડે તો
તો જ
નહિતર
વીંધાતી નજરને ચડાવો બેતાળા
જુઓ
કાચની આરપાર
છે........ક
પેલ્લી....... પા.........ર
તારા-જ વનમાં
તમે જ કહોને
ક્યાં છે ?
વૃક્ષ !
જૂન ૧૯૮૩
0 comments
Leave comment