34 - ઐક્ય / વસંત જોષી
કકડતી સાંજ
તળાવની લહેર છાતીમાં ઊછળે
પવનમાં ભરતી
અંતર હોઠ પ્યાલી
એકોહમ્
તૃપ્ત તરસ
એકોહમ્
આંગળા ઝંખે
ઐક્યના ઓછાયા
ઓઢી દિશા
જાય પોઢી
ખાલી જગ્યામાં કરકરતી વ્યથા
સિસોટી પવન વાસે કમાડ
બંધ ઓરડો
ચૂમે
હોઠ
અફાટ
ગગનના
અફાટ
રણના.
૨ ડિસેમ્બર ૧૯૯૭
0 comments
Leave comment