35 - આભ / વસંત જોષી


ઝળૂંબે આભ માથા પર રાત-દિવસ
વહેતો પવન ટાઢોબોળ
પલળે નખ
નાકની દાંડીએ ઘેરી તંદ્રા
વિસ્ફારિત ન્હોર ખોતરે ખોપરી
લબકો ઢળે
દદડે ટેરવે
ટીપાં ઝિલાય કપાળે
હચમચી ઊઠે ટ્રાફિક
હડસેલાય ટુકડો
કરકરાં વેઢાં
નસકોરાં વલૂરે ચોસલાં હવાનાં
કાળમીંઢ કામનામાં સળવળે કામિની
મૃદંગ તાલ
મર્દન મર્દન
થિરકત હવાની છાપ
બોદા ભેજની ભીનાશ
પરિમલ ગહન વનવન
મહેકે કુંભ ઉપવન
ઉર કપોત ફફડાટ
વીંઝે પાંખ
પાંખ ભરીને આભ
આખું
     માથે
         સતત
              ઝળૂંબે

ડિસેમ્બર ૧૯૯૬


0 comments


Leave comment