36 - ધડામ / વસંત જોષી
લોહી નીંગળતું, લથડતું
ધડામ આવી અટકે
આંગળીઓને ટેરવે કલમ-શાહી બટકે
અધૂકડું
અવાવરું
ઊંટ સવાર સપનું
ઊચકાય ખારેખારું
વહી જતું ત્રમત્રમાટે
જંગલ આખું સૂસવે
વાંસલવન ગજવે
ડણકારે ધ્રૂજે
તરાપે ત્રૂઠે
કરાલ પૂંઠે
જન્મે સ્મૃતિ ટેરવે
ભૂતકાળ ખોદાય
ચારે દિશા ઓઢી
સમયાંતરે
સ્મરણાંતરે
ફેંકાય નીરવતા વચ્ચે વહી જતું જંગલ
અવાવરું
ઊંચકાયેલું
અધૂકડું
આંગળીઓ શોધે
લથડતું
અટકે આવી
ધડામ.
જુલાઈ – ૧૯૯૩
0 comments
Leave comment