37 - મીટ / વસંત જોષી


નેજવાં પાસે હથેળી
હથેળીમાં આંગળી
કપાયેલો નખ
પવન ફણકી
ઝબકોળાય પોચી પાંપણ
તડાક્ તડ તડાક્
ધ્રૂજે પાંપણ
હચમચી ઊઠે
બેં બેં કરતી
કપાયેલો નખ
જીભના ખૂણે ખારો
તડતડાટ
ફફડાટ
હળવો પવન
લંગડાતી બકરી
શબ્દનો સરવાળો
પલળે પવનમાં
અકબંધ આંગળી
હથેળીમાં
નેજવાં પાસે
ત્રગત્રગે.

માર્ચ – ૧૯૮૭


0 comments


Leave comment