38 - જળઘોડા / વસંત જોષી


અડાબીડ અડવડતા રસ્તા પર
ખડતલ પગ વિના
ચાલી શકાતું નથી.

સૂરજ-ચંદ્ર વચ્ચે સમજૂતી
ઊગવા-આથમવાની
વચોવચથી
પગલાં પડતાં
દાઝી ઊઠે પૃથ્વીનું પેટાળ
સાંકળ ખેંચી
સમય રોકી શકાતો નથી
ક્રમબધ્ધ
સૂરજ-ચંદ્ર, પગલાં
સાંકળ ખેંચતાં
ચૂપ તમરાં
પગની પેશીઓ
કેવળ કૌવત
પગલાં પડતાં
વરાળનો ફુવારો ઊડે
ધગધગતા લાવા સાથે
ફળદ્રુપ પ્રદેશે
જાગી ઊઠે જળઘોડા.

૧૫ ઓગસ્ટ ૧૯૮૮


0 comments


Leave comment