39 - કળતર / વસંત જોષી
ચિત્કારે પથ્થરો
ખખડે ત્રિકમનું પાનું
ઊંચકે માંથું
ઠરી જતો અગ્નિ
શેકાયા વિનાનું તાજું
તંદુરસ્ત ઊકલે
ઢળી ગયેલું મૌન
તગતગતી આંખ
ખખડધજ ટિંગાતા વડીલો
સપનાં જેવા કોરાકટ
બે હાથના અંતર વચ્ચે
મચકોડાતું
પંપાળી તરડાઈ ગયેલી
આંગળીઓનાં વેઢાં
આડી અવળી હસ્તરેખા
ઊકલતી સીધી-ત્રાંસી
વેરાયાં ક્યાં સપનાં ?
કેમ ઢોળાઈ જતું
આંખમાંથી નીતર્યું ?
જુલાઈ – ૧૯૮૪
0 comments
Leave comment