48 - કાવ્ય – ૪ / હરિશ્ચંદ્ર ભટ્ટ


ઓ તું બચાવ પ્રિય, કેમ સહી શકું હું,
કેડી ચૂકયું હૃદય એકલ હામ હારે.
રે તું બચાવ પ્રિય, હું સહી ના શકું, આ
કેદી ચૂક્યું હૃદય શેં નહિં કામ હારે !

ઈર્ષ્યાથી, ક્રોધથી ઝૂંટાવી જવા ચહે છે
આ નાનડું બટકું એ સુખ-ભાખરીનું.
નાદો સુણે? ગગન ઘુમ્મટ ઘોષમાં એ
ઘંટા રવે ધ્વનિ મહીં, ઈશુ-સાદ પેલો !

મારી પ્રિયા, પ્રિય સુકેશી, તું સાંભળે એ !
પત્ની, સખી ! અવ બચાવ મને તું હાવાં.
નાદો સુણે ભવનિમંત્રણ ગીતના એ ?
એ નાદ-સાદ-રવ તું નહિં સાંભળે કે?

આ દેહ આવરી તું લે, તુજ શબ્દ માંહીં
આ ત્રાસ-સંગીત-નિનાદ ડુબાડ હાવાં !
મારી સખી, અડાય તુંય શું જોઈ રહેશે,
ઉન્માદગ્રસ્ત નયનો અડધાં ખુલ્યાં આ?

ઓ શ્રેય ! આશ મુજ ઓ ! નહિં સાંભળે શું
શો નાદ ક્રુદ્ધ ધ્વનિનો બજતો શિરે આ?


0 comments


Leave comment